પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના 2025: યુવાનોને પહેલી નોકરી પર ₹15,000 મળશે કેવી રીતે? દેશના યુવાનો માટે નોકરી અને રોજગાર જેવો પ્રશ્ન સૌથી મોટો બની રહ્યો છે, ત્યારે લાલ કિલ્લા પરથી 15 ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મોટી જાહેરાત કરી – પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના . આ યોજના ખાસ કરીને તેઓ માટે છે જેઓ પહેલી વાર નોકરી શરૂ કરે છે અને EPFOમાં પહેલી વાર નોંધાયેલ છે. સરકારના મુજબ કુલ ₹1 લાખ કરોડના બજેટ સાથે આ યોજના શરૂ કરવામાં આવી રહી છે અને આશરે 3.5 કરોડ યુવાનોને તેનો સીધો લાભ મળશે. આ યોજના શું છે અને શા માટે ખાસ છે? આ યોજના અંતર્ગત, દેશના ખાનગી ક્ષેત્રમાં પહેલી નોકરી શરૂ કરનાર યુવાઓને સરકારની તરફથી ₹15,000ની આર્થિક સહાય આપવામાં આવશે. આ સહાય સીધા યુવાનોને નહીં પરંતુ તેમની નોકરી\માં જોડાયેલા EPFO અકાઉન્ટ દ્વારા આપવામાં આવશે. સૌથી મહત્વની વાત – આ માટે યુવાઓએ કોઈ અલગથી અરજી કરવાની જરુર નથી. કોણ લાભ મેળવી શકશે? આ યોજનાનો લાભ તે જ લોકોને મળશે જેઓ પહેલી વાર નોકરી શરૂ કરે છે અને તેમનું નામ EPFO (Employees Provident Fund Organisation) માં પ્રથમ વખત નોંધાય છે. તેમની મહિના દી...